આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. આજે આંતરરાષ્ટ્રીય બેંચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 1.30 ટકાના વધારા સાથે પ્રતિ બેરલ 86.30 ડોલરના સ્તર પર ટ્રેડ કરી રહ્યું છે. બીજી તરફ, WTI ક્રૂડના ભાવમાં 1.58 ટકાના ઉછાળા પછી, બેરલ દીઠ $ 82.90ના દર જોવા મળી રહ્યા છે.
આ દરમિયાન ઓઈલ કંપનીઓએ પણ પેટ્રોલ અને ડીઝલના નવા દર જારી કર્યા છે. જો કે આજે એટલે કે રવિવારે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. ઓઈલ કંપનીઓએ 6 ઓગસ્ટ 2023ના રોજ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રાખ્યા હતા. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લો ફેરફાર મે 2022માં થયો હતો. ત્યારથી ભાવ સ્થિર છે.