BUSINESS

કુણાલના બહેનની વેદના- મારો ભાઈ આવતો ત્યારે મને હગ કરીને મળતો. તે મને કહેતો કે તારી આંખમાં કયારે આંસુ નહીં આવા દઉં.

અમદાવાદના સરખેજ ગાંધીનગર હાઈવે પર આવેલા ઈસ્કોન બ્રિજ પર ગઈકાલે મોડી રાત્રે એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં બે પોલીસ, એક હોમગાર્ડ સહિત 10 લોકોના મોત થયા હતા. આ ઘટનામાં મૃતકોમાં બોટાદના બે પિતરાઈ ભાઈઓ સહિત ત્રણ યુવાનોના કરૂણ મોત નિપજ્યા હતા. આ ત્રણેયના મૃતદેહોને ગત સાંજે અંતિમ સંસ્કાર માટે ઘરે લવાયા હતા, પરિવાર સહિત ગ્રામજનોમાં આક્રોશ વ્યાપી ગયો હતો અને સમગ્ર વાતાવરણ આક્રંદથી ગમગીન બની ગયું હતું. જેગુઆર કાર ચાલક તાત્યા પટેલ, તેના પિતા પ્રજ્ઞેશ પટેલ, 3 યુવતીઓ સહિત 6ની પોલીસે અટકાયત કરી છે. ત્યારે આજે દિવ્ય ભાસ્કરે કૃણાલના પરિવાર સાથે વાત કરી હતી.

બુધવારની રાત્રે ઈસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતમાં 9 લોકોના જીવ ગયા હતા. આ અકસ્માતમાં બોટાદના યુવાનોના મોત થતાં પરિવારજનોના માથે આભ તૂટી પડ્યું છે, ત્યારે કુણાલ કોડિયા નામના યુવાનનું મોત થતાં પરિવાર આઘાતમાં છે. કુણાલ કોડિયાની તેની બહેન સાથે વાત થઇ હતી ત્યારે બહેનને કહ્યું હતું કે, રક્ષાબંધન ઉપર આવીશ.

આ અકસ્માતમાં બોટાદ શહેરના ત્રણ યુવાનોના પણ મોત નિપજ્યા છે. જેમાં કુણાલ કોડીયા જે અમદાવાદ ખાતે અભ્યાસ માટે ત્યાં ગયો હતો અને પીજીમાં રહેતો હતો. અકસ્માતની રાતે કુણાલ પણ ઇસ્કોન બ્રિજ ઉપર હતો અને તેનું આ અકસ્માતમાં મોત નિપજ્યું હતું. આજે કુણાલનું બેસણું રાખવામાં આવ્યું હતું. બેસણામાં મોટી સંખ્યામાં પરિવારજનો સહિત સગાસંબંધીઓ આવ્યા હતા. બેસણામાં સૌ કોઈની આંખોમાં આંસુ જોવા મળ્યા હતા અને હૈયા ફાટ રુદન થઈ રહ્યું હતું.

‘અમારા છોકરાઓ માત્ર 4 લાખના છે’કૃણાલના કાકા સાથે વાત કરતાં તેણે કહ્યું કે, હું છોકરાનો કાકા છું. વળતર જોવામાં આવે છે અને સારા સરકારી નિયમો બનાવવામાં આવે છે. અમે અમારા છોકરાઓને માંડ શાળાએ મોકલીએ છીએ અને આવા નબીરોને આવા અકસ્માતો થાય છે. આ પછી કોઈ ઘટના ન બને તેનું ધ્યાન સરકારે રાખવું જોઈએ. આરોપીને ફાંસી થવી જોઈએ. સરકારે 4-4 લાખની સહાયની જાહેરાત કરી છે પણ જેનો દીકરો જાય તેને જ ખબર પડે.

વાત કરતા કૃણાલના પિતાએ કહ્યું કે, હું ઈચ્છું છું કે જલ્દી ન્યાય મળે અને આરોપીઓને સજા મળે. છોકરાએ બે વર્ષ પછી કોલેજ કરી. બી.એડ કર્યા પછી બીજા બે વર્ષ કર્યું. કેનેડામાં કરેલા અભ્યાસક્રમો. આ છોકરાઓને ભણાવવા માટે 60-60 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે અને સરકાર 4 લાખ રૂપિયા આપે છે. અમારા છોકરાની કિંમત માત્ર 4 લાખ છે. નાનપણથી છોકરાને ઉછેરવામાં અને તેને ભણાવવામાં કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે. આરોપીઓને જલ્દી સજા થવી જોઈએ, અમારે પૈસા નથી જોઈતા…

બોટાદના ત્રણ યુવાનો અકસ્માત જોવા ઉભા હતા
અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર બુધવારે મધરાતે થાર કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ડમ્પર ચાલક ત્યાંથી ભાગી જતાં વાહનને નુકસાન થતાં રોડની વચ્ચે પડી ગયું હતું. જેથી બે પોલીસકર્મી અને એક હોમગાર્ડ ઘટનાસ્થળે પહોંચી ગયા અને દરમિયાન ત્યાંથી પસાર થતા લોકો અકસ્માત કોણે કરાવ્યો તે જોવા માટે ત્યાં ઊભા રહી ગયા. દરમિયાન બોટાદના ત્રણ યુવકો રોનક, અક્ષર અને કૃણાલ પણ ત્યાં ઉભા હતા. ત્યારે પાછળથી આવેલી જગુઆર કારે તમામને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં રોડ પર લોહીના ખાબોચીયા ભરાઈ ગયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે ફિલ્મ જેવું દ્રશ્ય સર્જાયું હતું અને લોકો 20 થી 120 ફૂટ દૂર ફેંકાયા હતા.

Read More

YOU MAY LIKE

Related Reads