વજન ઘટાડવા માટે અંજીરનું સેવન કરવામાં આવે છે. અંજીરની અંદર રહેલા ફાઈબર અને પ્રોટીન તમારા પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે, જે તમને વજન ઘટાડવામાં મદદ કરે છે. તેના સેવનથી પાચનતંત્ર પણ સારું રહે છે. તે કેન્સર અને ટાઇપ 2 ડાયાબિટીસ જેવા રોગોને પણ ઘટાડે છે.
અંજીરમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, પોટેશિયમ મળી આવે છે. આ તમામ પોષક તત્વો હાડકાંને મજબૂત કરવા માટે જરૂરી છે. અંજીરનું સેવન કરવાથી હાડકા લાંબા સમય સુધી મજબૂત રહે છે.
અંજીરમાં ફેટી એસિડ અને વિટામિન મળી આવે છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. ડાયાબિટીસમાં બ્લડ સુગર કંટ્રોલ કરવા માટે અંજીરનું સેવન ફાયદાકારક છે. ડાયાબિટીસના દર્દીઓ માટે અંજીર શ્રેષ્ઠ ખોરાક છે.
અંજીર અને તેના પાનનું સેવન અસ્થમાના દર્દીઓ માટે ફાયદાકારક છે. પોટેશિયમ અંજીરમાં જોવા મળે છે, તેનું સેવન કરવાથી શરીરની અંદરના મ્યુકસ મેમ્બ્રેનને ભેજ મળે છે અને કફ સાફ થાય છે.
હૃદયના દર્દીઓ માટે અંજીર ફાયદાકારક છે. હૃદયને મજબૂત બનાવવા માટે અંજીર ખાવું જોઈએ. તેમાં રહેલું ફિનોલ, ઓમેગા-3, ઓમેગા-6 ફેટી એસિડ હૃદય રોગ સામે રક્ષણ આપે છે. તાજા અંજીરમાં વિટામિન એ વધુ જોવા મળે છે. તેમાં વિટામિન બી અને વિટામિન સી પણ મળી આવે છે.