આજના સમયમાં પ્લાસ્ટિક મની એટલે કે એટીએમ કાર્ડનો વપરાશ સૌથી વધુ થાય છે. ત્યારે આવી સ્થિતિમાં એટીએમ કાર્ડ દ્વારા પૈસા ઉપાડવા માટે, લોકોએ એટીએમ મશીનમાં કાર્ડ દાખલ કરીને રોકડ ઉપાડવા માટે ચાર આંકડાનો પિન દાખલ કરવો પડે છે ત્યારે જે અગાઉથી નક્કી હોય છે. ત્યારે આવી સ્થિતિમાં, લોકોના મનમાં હંમેશા એક પ્રશ્ન આવતો હોય છે કે આ ATM પિન હંમેશા 4 અંકનો જ કેમ હોય છે, તો ચાલો આજે અમે તમને તેની પાછળના મહત્વપૂર્ણ કારણ વિશે જણાવીએ.
ખૂબ જ મહત્વપૂર્ણ છે એટીએમ પિન
ATMમાંથી પૈસા ઉપાડવાની આ પ્રક્રિયા એકદમ સરળ છે. ત્યારે કોઈપણ બેંકના એટીએમમાંથી કોઈપણ વ્યક્તિ પૈસા ઉપાડી શકે છે. ત્યારે તેને સુરક્ષિત કરવા માટે એક પિનઆપવામાં આવ્યો હોય છે. તે PIN એ એકમાત્ર સુરક્ષા સાધન છે જે તમારા પૈસાને સુરક્ષિત રાખે છે. ત્યારે સામાન્ય રીતે આ પિન 4 અંકોની હોય છે, પરંતુ તેના ચાર અંકો હોવાના કેટલાક ખાસ કારણો છે.
આ સાથે તમને જણાવી દઈએ કે એક્સપર્ટ્સનું કહેવું છે કે પહેલા આ પિન 4 ડિજિટનો નહીં પરંતુ 6 ડિજિટનો રાખવામાં આવતો હતો ત્યારે તેનો ઉપયોગ કરવામાં આવ્યો ત્યારે ખબર પડી કે લોકો સામાન્ય રીતે માત્ર 4 ડિજિટનો પિન જ યાદ રાખી શકે છે.ત્યારે આ 6 અંકના પિનમાં લોકોને પરેશાની થઈ રહી હતી અને તેના કારણે એટીએમનો ઉપયોગ ઓછો થવા લાગે છે.
6 અંકનો ATM પિન વધુ સુરક્ષિત છે
ત્યારે આ પ્રયોગ પછી એટીએમનો પિન 4 અંકનો થઈ ગયો હતો. ત્યારે હજુ પણ સત્ય એ છે કે 6 અંકનો પિન 4 અંકના એટીએમ પિન કરતાં વધુ સુરક્ષિત છે. ત્યારે નોંધપાત્ર રીતે, 4-અંકનો પિન 0000 થી 9999 સુધીનો હોય છે.ત્યારે તેની મદદથી 10000 અલગ-અલગ પિન નંબર રાખી શકાય છે, જેમાં 20 ટકા પિન હેક કરી શકાય છે. જો કે આ પણ મુશ્કેલ કામ છે.