BUSINESS

શું છે ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ, વાહનો માટે કેટલું ફાયદાકારક અને કેટલું નુકસાનકારક છે, જાણો

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો વચ્ચે ભારત ઈંધણના નવા વિકલ્પો શોધી રહ્યું છે. ત્યારે શનિવારે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ એક કાર્યક્રમમાં જણાવ્યું કે, અમે પુણેમાં 100 ટકા ઇથેનોલ પર સ્કૂટર-ઓટો શરૂ કરવા માટે બજાજ સાથે વાત કરી રહ્યા છીએ ત્યારે હાલમાં ભારત સરકારે ઇથેનોલ સંબંધિત ડેટા પણ બહાર પાડ્યો છે જેમાં જણાવાયું છે કે, ‘દેશે નિર્ધારિત સમય કરતાં 5 મહિના પહેલા 10 ટકા ઇથેનોલ મિશ્રણનો લક્ષ્યાંક હાંસલ કર્યો છે. ત્યારે આવી સ્થિતિમાં એ જાણવું મહત્વપૂર્ણ છે કે ઇથેનોલનું મિશ્રણ શું છે. પેટ્રોલ છે અને તે વાહનો માટે કેટલું ફાયદાકારક અને કેટલું નુકસાનકારક છે.

ઇથેનોલ મિશ્રણ પેટ્રોલ શું છે?

કાર્બનિક સંયોજન ઇથિલ આલ્કોહોલને ઇથેનોલ કહેવામાં આવે છે.ત્યારે તેનો ઉપયોગ વાઇન જેવા પીણામાં કરવામાં આવે છે. ત્યારે વાહનોમાં ઇંધણ તરીકે માત્ર ઇથેનોલનો ઉપયોગ કરી શકાય છે.પણ આ માટે વાહનોના પાર્ટસ બદલવા પડશે. અને આ જ કારણ છે કે હાલમાં વાહનોમાં ઇથેનોલનો ઉપયોગ પેટ્રોલમાં ભેળવીને કરવામાં આવી રહ્યો છે. ટાયરે તેની શરૂઆત એક કે બે ટકાથી થઈ હતી પરંતુ હવે પેટ્રોલમાં 5 થી 10 ટકા ઈથેનોલ મિક્સ કરવામાં આવી રહ્યું છે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ સોમવારે જણાવ્યું હતું કે એપ્રિલ 2023 પહેલા દેશના પસંદગીના પેટ્રોલ પંપ પર 20% ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ ઉપલબ્ધ થઈ શકે છે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે અત્યાર સુધી ઇથેનોલ મિશ્રિત પેટ્રોલના ઉપયોગને કારણે વાહનો પર કોઈ પ્રતિકૂળ અસર જોવા મળી નથી. ત્યારે ઇથેનોલમાં ઓક્સિજન હોય છે, જે બળતણને સંપૂર્ણ રીતે બર્ન કરવામાં મદદ કરે છે. અને આ જ કારણ છે કે પર્યાવરણ માટે ઇથેનોલને વધુ સારું ઇંધણ માનવામાં આવી રહ્યું છે.

અત્યારે ભારત સરકારનું સત્તાવાર નિવેદન દર્શાવે છે કે ભારત વિશ્વમાં ઇથેનોલનો પાંચમો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. પ્રથમ નંબરે અમેરિકા, બીજા નંબરે બ્રાઝિલ, ત્રીજા નંબરે યુરોપિયન યુનિયન અને ચોથા નંબરે ચીન આવે છે. ભારત સરકારે પાંચ મહિના પહેલા પેટ્રોલમાં ઇથેનોલનું મિશ્રણ કરવાનો લક્ષ્યાંક હાંસલ કરીને રૂ. 41,500 કરોડથી વધુનું વિદેશી હૂંડિયામણ બચાવ્યું છે. આ સાથે ગ્રીનહાઉસ ઉત્સર્જનમાં પણ 27 લાખ ટનનો ઘટાડો થયો છે.

YOU MAY LIKE

Related Reads