BUSINESS

સનાતન સાધુઓનો વિજય…આવતીકાલ સૂર્યોદય પહેલા ભીંતચિત્રો દૂર કરાશે…સાળંગપુર મંદિરમાં રહેલા વિવાદિત ચિત્રો હટાવાશે

સાળંગપુર મંદિરમાં હનુમાનજીને સ્વામિનારાયણ સંતોના દાસ તરીકે રજૂ કરાયેલાં ભીંતચિત્રોને લઈ છેલ્લા થોડા દિવસથી વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદને લઈ સનાતન ધર્મના સાધુ-સંતો, મહંતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે ભીંતચિત્રો વિવાદ મામલે હવે સરકાર દ્વારા હસ્તક્ષેપ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને વડતાલ સ્વામિનારાયણ સંતો સાથે બંધબારણે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ સાધુ, પાંચ સામાજિક અગ્રણીઓ અને બે મંત્રી હાજર રહ્યા હતા અને મુખ્યમંત્રી સાથે વિવાદ મુદ્દે મંત્રણા કરી હતી. ત્યારે આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા.

સાળંગપુર હનુમાન ધામમાં શિલ્પચિત્રો મુદ્દે ચાલી રહેલા વિવાદ મોટા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગાંધીનગરમાં  મુખ્યમંત્રી સાથે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની બેઠક બાદ અમદાવાદમાં પણ તમામ સંતો-મહંતોની સદભાવના બેઠક યોજાઈ હતી. આ બેઠક બે કલાક ચાલી હતી. બેઠક બાદ લેવાયેલા નિર્ણયની જાહેરાત કરતા કહેવામાં આવ્યું કે સ્વામિનારાયણ સંપ્રદાય હિન્દુ સનાતન ધર્મનો ભાગ છે. જે શિલ્પચિત્રો છે, તે આવતીકાલે સૂર્યોદય સુધીમાં હટાવી લેવામાં આવશે.

આ બેઠકમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંત પુરૂષોત્તમચરણ શાસ્ત્રી, બાલઅગમ સ્વામી, સનાતન સંતમાંથી ચૈતન્યશંભુ મહારાજ, પરમાત્માનંદજી મહારાજ, કલ્યાણ રાયજી મહારાજ મંદિરના શષ્ટગૃહ યુવરાજ શ્રી શરમણ કુમારજી, વિશ્વ હિન્દુ પરિષદમાંથી અશોક રાવલ અને અશ્વિન પટેલ હાજર રહ્યાં હતા. 

સલંગપુરમાં હનુમાનજી ભીંતચિત્રનો વિવાદ ઝડપથી સુખદ સમાધાનનો સંકેત આપે છે. ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી અને વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો વચ્ચેની બેઠક સકારાત્મક રહી છે.

Read More

YOU MAY LIKE

Related Reads

AGRICULTURE