BUSINESS

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 218 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. ત્યારે તેમાં બોડેલી, કવાંટ, જાંબુઘોડા, જેતપુરપાવી, છોટાઉદેપુર જેવી સ્થિતિ છે. આ તમામ વિસ્તારોમાં 15 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. કચ્છમાં અત્યાર સુધીમાં 11.75 ઈંચ વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં 5.78 ઈંચ, દક્ષિણ ગુજરાતમાં 24.28 ઈંચ, મધ્ય ગુજરાતમાં 9.53 ઈંચ અને સૌરાષ્ટ્રમાં 11.12 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 36 ટકા વરસાદ નોંધાયો છે.જ્યારે સાગબારા, સંખેડા, ડેડીયાપાડા, ઘોઘંબા, ડોલવણ, વાંસડા, નડિયાદ, ગોધરા, સોજીત્રામાં પણ 10 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. ગુજરાતમાં સિઝનનો કુલ 12 ઈંચ વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં હાલમાં મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આ સાથે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. અને આ આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રના ભાવનગર, જૂનાગઢ અને પોરબંદર જિલ્લામાં ઘણા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.

મધ્ય ગુજરાતમાં આણંદ, છોટાઉદેપુર અને વડોદરામાં પણ ભારે વરસાદની આગાહી છે. અમદાવાદમાં રવિવારે વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત સુરત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે આગામી ત્રણ કલાકમાં 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદની આગાહી કરી છે.

11મીએ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુર, ડાંગ, નર્મદા, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં પંચમહાલ, ભરૂચ, સુરત, તાપી, વડોદરા અને દમણ, દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે; ઉત્તર ગુજરાતમાં કચ્છ, અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, ખેડા, મહિસાગર, મહેસાણા, સાબરકાંઠા, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદરમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.

Read More

YOU MAY LIKE

Related Reads

AGRICULTURE