BUSINESS

ગુજરાતમાં આગામી 5 દિવસ કુદરત કહેર વર્તાવશે : કચ્છમાં સતત વધી રહેલી પવનની ગતિથી લોકો ભયભીત, તિથલ બીચ ખાલી કરાયો

અરબી સમુદ્રમાં સર્જાયેલ ચક્રવાત ‘બિપરજોય’ હવે ખૂબ ગંભીર બની શકે છે. ચક્રવાત ‘બિપરજોય’ હાલમાં પોરબંદરથી 320 કિમી જ્યારે દ્વારકાથી 360 કિમી દૂર છે. આ સિવાય તે નલિયાથી 440 કિમી દૂર છે. વાવાઝોડું હવે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ 15 જૂને કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે ચક્રવાત ત્રાટકી શકે છે.

ત્યારબાદ ગુજરાતના તમામ દરિયાકાંઠાના જિલ્લાઓમાં વહીવટીતંત્ર એલર્ટ પર છે. હવામાન વિભાગે 15 અને 16 જૂને કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે કચ્છમાં આજે દરિયાકાંઠાના વિસ્તારોમાં સાવચેતીના પગલારૂપે વહીવટીતંત્ર દ્વારા કલમ 144 લાગુ કરવામાં આવી છે.

કચ્છમાં પ્રાથમિક, માધ્યમિક શાળા-કોલેજોમાં ત્રણ દિવસની રજા જાહેર કરવામાં આવી છે અને કોટેશ્વર-નારાયણ સરોવર મંદિર 13મીથી 15મી સુધી બંધ રાખવામાં આવ્યું છે. હાલ તો કેન્દ્ર સરકાર પણ વાવાઝોડાને લઈને એલર્ટ થઈ ગઈ છે. પીએમ મોદીએ સમીક્ષા બેઠક યોજી હતી. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આગામી 4 દિવસ સુધી દ્વારકા ન આવવા અપીલ કરી છે. પોરબંદરના કુછડી ગામે દરિયાઈ બંધ તૂટ્યો.

બીજી તરફ દ્વારકા, જામનગર અને કચ્છના તમામ બંદરોએ 10 નંબરનું સિગ્નલ લગાવી દીધું છે, જ્યારે પોરબંદરે 9 નંબરનું હાઈ એલર્ટ સિગ્નલ લગાવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબંધિત મંત્રીઓને વિવિધ દરિયાકાંઠાના જિલ્લાઓની જવાબદારી સોંપી છે.

Read More

YOU MAY LIKE

Related Reads

AGRICULTURE