BUSINESS

જયેશ રાદડિયાનું પત્તુ કાપી ભાનુબેન બાબરિયાને મંત્રી બનાવતા અનેક તર્ક વિતર્ક , કેબિનેટના એકમાત્ર મહિલા મંત્રી

પાટીદાર ચહેરો ભૂપેન્દ્ર પટેલે આજે બીજી વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. તેઓ 16 મંત્રીઓ સાથે ગુજરાતના પ્રભારી રહેશે. હાલમાં તેમની કેબિનેટની ચર્ચા ચાલી રહી છે. મંત્રીપદ કોને મળ્યું તેના કરતાં કોને મંત્રી પદ મળ્યું તેની ચર્ચા વધુ છે. કેબિનેટમાં એકમાત્ર મહિલા મંત્રીએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. નવી કેબિનેટમાં એકમાત્ર મહિલા મંત્રી ભાનુબેન બાબરિયાનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાજકોટ ગ્રામ્ય બેઠકના ઉમેદવાર અને એસસી ભાનુબેન બાબરીયાએ કેબિનેટ કક્ષાના મંત્રી તરીકે શપથ લીધા છે. ત્યારે લોકો આ મહિલા મંત્રી વિશે જાણવા માંગે છે.

કોણ છે ભાનુબેન બાબરીયા?
બેઠક – રાજકોટ ગ્રામ્ય
BA, LLB સુધીનો અભ્યાસ કર્યો
તેઓ સતત બીજી વખત રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે
2012માં તેઓ પ્રથમ વખત રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય બન્યા હતા
2019માં રાજકોટ વોર્ડ નંબર એકના કોર્પોરેટર તરીકે ચૂંટાયા

કૌટુંબિક રાજકીય સંબંધ
બીજી તરફ ભાનુબેન બાબરીયાનો પરિવાર રાજકીય ભૂતકાળ ધરાવે છે. ભાનુબેન બાબરીયાના સસરા મધુભાઈ બાબરીયા પણ રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય હતા. તો ભાનુબેન બાબરીયાના પતિ મનહરભાઈ બાબરીયા પણ ભાજપના સક્રિય આગેવાન છે. મજબૂત પારિવારિક પૃષ્ઠભૂમિ ધરાવતા તેઓ રાજકોટ ગ્રામ્ય અનામત બેઠક પરથી સતત બીજી વખત ચૂંટાયા છે.

રાદડિયાનું પત્તું કપાયું
ભાનુબેન બાબરિયાને મંત્રીપદ અને જયેશ રાદડિયાને સૌથી મોટો ફટકો પડ્યો છે. કારણ કે, સૌરાષ્ટ્રમાંથી જયેશ રાદડિયાનું મંત્રીપદ કપાયું છે. જયેશ રાદડિયા નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ અને વિજય રૂપાણીની કેબિનેટમાં મંત્રી રહી ચૂક્યા છે. અચાનક જયેશ રાદડિયાની બાદબાકી થતાં અનેક ચર્ચાઓ શરૂ થઈ છે.

Read MOre

YOU MAY LIKE

Related Reads

AGRICULTURE