BUSINESS

ભારતે મોદી સ્ટેડિયમમાં પાક.ને કચડ્યું..ભારતે પાકિસ્તાનને ધૂળ ચટાવી, વિશ્વકપમાં સતત આઠમીવાર હરાવ્યું

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતે ફરી એકવાર પાકિસ્તાનને એકતરફી હાર આપી છે. ભારતે કટ્ટર હરીફ પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું છે. ભારતે 192 રનના લક્ષ્યાંકનો પીછો આ ઓવરમાં જ કર્યો હતો. કેપ્ટન રોહિત શર્માએ ટીમ માટે મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી. તેણે 86 રન બનાવ્યા હતા. તો શ્રેયસ અય્યરે રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી શાહીન શાહ આફ્રિદીને 2 જ્યારે હસન અલીએ 1 વિકેટ ઝડપી હતી.

વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ભારતની આ સતત આઠમી જીત છે. અગાઉ સાત વખત પણ ભારતે પાકિસ્તાન સામે એકતરફી જીત મેળવી હતી. આ જીત સાથે ભારતીય ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે.

અફઘાનિસ્તાન સામે શાનદાર સદી ફટકાર્યા બાદ રોહિત શર્માએ પાકિસ્તાન સામે ઈનિંગની શરૂઆત ચોગ્ગો ફટકારી કરી હતી. રોહિતે શરૂઆતથી આક્રમક વલણ અપનાવ્યું હતું. રોહિતે પાકિસ્તાનના બોલરો સામે ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવી હતી. રોહિત શર્માએ માત્ર 36 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. રોહિત 63 બોલમાં 6 ચોગ્ગા અને 6 સિક્સ સાથે 86 રન બનાવી આઉટ થયો હતો. રોહિતે ગિલ સાથે પ્રથમ વિકેટ માટે 23, કોહલી સાથે બીજી વિકેટ માટે 56 રન અને શ્રેયસ અય્યર સાથે ત્રીજી વિકેટ માટે 77 રનની ભાગીદારી કરી હતી. 

YOU MAY LIKE

Related Reads

AGRICULTURE