BUSINESS

હાર્દિક પટેલ આ તારીખે ભાજપમાં જોડાશે, આ બેઠક પરથી ચૂંટણી લડશે…

પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અને કોંગ્રેસના પૂર્વ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ 30 મે અથવા 31 મેના રોજ ભાજપમાં જોડાઈ શકે છે. ત્યારે તેમણે શુક્રવારે આ સંકેત આપ્યા છે અને ચૂંટણી લડવાની વાત પણ કરી છે. ત્યારે હાર્દિક પટેલે ટીવી ચેનલના એક કાર્યક્રમમાં આ સંકેત આપ્યો છે કે તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે અને પાર્ટી નક્કી કરશે કે તેઓ કઈ બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડશે.ત્યારે પાર્ટીના સૂત્રોએ જણાવ્યું હતું કે હાર્દિક પટેલ જ્યારે ભાજપમાં જોડાશે ત્યારે ભવ્ય શો પણ થશે.

મળતી માહિતી પ્રમાણે હાર્દિક પટેલને ભાજપમાં જોડાવા માટે બે વિકલ્પ આપવામાં આવ્યા છે ત્યારે હાર્દિક પટેલને દિલ્હીમાં રાષ્ટ્રીય અધ્યક્ષની હાજરીમાં અથવા ગાંધીનગરમાં ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ અને બીએલ સંતોષની હાજરીમાં ભાજપમાં જોડાવાનું જણાવ્યું છે ત્યારે હાર્દિક અને ભાજપ આ દિવસે એક વિશાળ સભાને સંબોધવાનું આયોજન કરી રહ્યા છે.ત્યારે તેમણે એમ પણ કહ્યું કે તેઓ સોમનાથ મંદિરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની એકતા યાત્રાનું નેતૃત્વ કરશે.

18 મેના રોજ કોંગ્રેસમાંથી હાર્દિક પટેલે રાજીનામું આપ્યું હતું

ત્યારે તમને જણાવી દઈએ કે, હાર્દિકે 18 મેના રોજ જ કોંગ્રેસ પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ અને પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું ત્યારથી તે ભાજપમાં જોડાશે તેવી અટકળો ચાલી રહી હતી. એક દિવસ પછી એક પ્રેસ કોન્ફરન્સમાં તેણે મીડિયાને કહ્યું કે તે શુક્રવારે પોતાનો નિર્ણય જાહેર કરશે.

રાજીનામા બાદ કોંગ્રેસ પર પ્રહારો કર્યા

જે દિવસથી હાર્દિકે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે ત્યારથી તે પાર્ટી પર સતત પ્રહારો કરતો જોવા મળી રહ્યો છે. પટેલે પણ કોંગ્રેસને પાટીદાર અને ગુજરાત વિરોધી ગણાવી છે. તેમણે કહ્યું કે, પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓની કાર્યવાહી પણ ગુજરાત વિરોધી છે. આપને જણાવી દઈએ કે હાર્દિક પટેલ ખાસ કરીને ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા અને પૂર્વ જીપીસીસી પ્રમુખ ભરતસિંહ સોલંકી પર નિશાન સાધી રહ્યો છે. તેમણે કહ્યું કે આ નેતાઓ લોકોની ભાવનાઓનું સન્માન નથી કરી રહ્યા.

Read More

YOU MAY LIKE

Related Reads

AGRICULTURE