BUSINESS

ખેડૂતો આનંદો : અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં બારે મેઘ ખાંગા થશે…

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ઓગસ્ટમાં વરસાદ મોડો થયો છે. પરંતુ સપ્ટેમ્બરમાં વરસાદની આશા છે. કારણ કે બંગાળની ખાડી ઉપર એક શક્તિશાળી સિસ્ટમ બની રહી છે. 4 થી 10 સપ્ટેમ્બર સુધી મજબૂત સિસ્ટમ બનશે. 4 થી 7 સપ્ટેમ્બર સુધી ઓડિશા, ઝારખંડ સહિત પૂર્વ ભારતમાં ભારે વરસાદ પડશે. કેટલાક ભાગોમાં પૂર આવશે.

ચોમાસામાં પણ ઉનાળાની ઋતુ અનુભવાઈ રહી છે. છેલ્લા એક મહિનામાં વરસાદ પડ્યો નથી. વરસાદના વિરામથી લોકો પરેશાન છે. એક સિસ્ટમ બની પરંતુ ગુજરાતમાં પહોંચી નહીં, જેના કારણે વરસાદ પડ્યો નથી. વરસાદ ઓછો થતાં ખેડૂતોએ પાણી ભરવાનું શરૂ કરી દીધું હતું. જોકે જુલાઈના વરસાદે ઓગસ્ટમાં રંગ રાખ્યો હતો. કારણ કે, કૂવા નવા પાણીથી છલકાઈ ગયા હતા. જેથી ઓગસ્ટમાં વરસાદ ખેંચાતા પાણી આપવાનું શક્ય બન્યું છે.

આ સિસ્ટમના કારણે સપ્ટેમ્બરની શરૂઆતમાં જ ગુજરાતના હવામાનમાં ફેરફાર જોવા મળશે. ગુજરાતમાં 7 થી 10 સપ્ટેમ્બર સુધી વરસાદની સંભાવના છે.

ઓગસ્ટમાં અલ નીનોની અસર જોવા મળી છે. ઓગસ્ટ તો ખાલી મહિનો રહ્યો, પણ સપ્ટેમ્બરમાં શું થશે? તેની પણ ચિંતા થઈ રહી છે. પરંતુ હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ખેડૂતો માટે સારા સમાચાર આપ્યા છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે સપ્ટેમ્બરમાં બે સિસ્ટમ સક્રિય થશે. જેના કારણે ગુજરાતમાં વરસાદની સંભાવના છે.

અંબાલાલ પટેલે આશા વ્યક્ત કરી હતી કે સિસ્ટમ સક્રિય થશે અને અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં વરસાદ લાવશે. તેમના મતે વરસાદ મોડો આવશે.

આ ઉપરાંત 10 થી 14 સપ્ટેમ્બર સુધી અરબી સમુદ્રમાં પણ એક સિસ્ટમ બનશે. આ બંને સિસ્ટમના કારણે ગુજરાતમાં વરસાદની શક્યતા છે. મધ્યપ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદ થશે. ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે.

Read More

YOU MAY LIKE

Related Reads

AGRICULTURE