BUSINESS

ગુજરાતમા આ તારીખે ચૂંટણી યોજાશે ? સીઆર પાટીલે આપ્યા સંકેત, જાણો શું કહ્યું…

આણંદમાં આજે જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. જેની સાથે સરદાર પટેલ, શ્યામા પ્રસાદ મુખર્જી અને પંડિત દિન દયાલ ઉપાધ્યાયની મૂર્તિઓનું પણ અનાવરણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે 3.50 કરોડના ખર્ચે બનેલ શ્રી કમલમનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારબાદ કાર્યક્રમમાં સંબોધન દરમિયાન સી.આર.પાટીલે વહેલી ચૂંટણીની શક્યતા વ્યક્ત કરી હતી.

આ વખતે ચૂંટણી 15 દિવસ વહેલા થઈ શકે છે. નવેમ્બરમાં ચૂંટણી પૂર્ણ થવાની ધારણા છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે આ સંકેત આપ્યા છે. આણંદમાં એક કાર્યક્રમ દરમિયાન પાટીલે કહ્યું કે આ વખતે ચૂંટણી 12 દિવસ વહેલા થઈ શકે છે. 2017ની ચૂંટણી ડિસેમ્બરમાં યોજાઈ હતી. આ વખતે મને લાગે છે કે તે નવેમ્બરમાં થઈ શકે છે.

આણંદમાં ચૂંટણી અંગે સી.આર.પાટીલે જણાવ્યું હતું કે આ વર્ષે ગુજરાતમાં નવેમ્બરમાં ચૂંટણી યોજાશે. આ વખતે ચૂંટણી 10 દિવસ વહેલી આવશે. જો કે ચૂંટણી કઈ તારીખે આવશે તે હું કહી શકું તેમ નથી. પરંતુ હવે રાજકીય પક્ષો બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળ્યા છે. દિલ્હીથી આવતી રિટર્ન ટિકિટ મેળવો.

Read More

YOU MAY LIKE

Related Reads

AGRICULTURE