BUSINESS

ગુજરાતમાં ચક્રવાતી તોફાન મચાવશે તબાહી, 20 ઓક્ટોબરે ધારણ કરશે રૌદ્ર સ્વરુપ, આ રાજ્યોમાં દેખાશે ભયંકર અસર

ગુજરાતમાં ફરી વાવાઝોડાના વાદળો ઘેરાયા છે. બિપોરજોય જેવી બીજી મોટી આફત ગુજરાત પર આવી રહી છે. તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં હાલમાં કોઈ સિસ્ટમ સક્રિય હોય તો તેની અસર ગુજરાતના વાતાવરણને થાય છે. અરબી સમુદ્રમાં એક સરક્યુલેશન સક્રિય થયું છે અને 21 ઓક્ટોબર સુધીમાં ડિપ્રેશન સર્જાય તેવી શક્યતા છે. આ વાવાઝોડાને તેજ નામ આપવામાં આવ્યું છે. આ ચક્રવાતને ભારતે જ નામ આપ્યું છે. ત્યારે હવામાનની આગાહી પણ આવી ગઈ છે. હવામાન વિભાગે જણાવ્યું કે આગામી 7 દિવસ સુધી હવામાનમાં કોઈ ફેરફાર નહીં થાય. દક્ષિણ પૂર્વ-દક્ષિણ મધ્ય અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાયું છે. તેથી, માછીમારોને દક્ષિણ પૂર્વ – દક્ષિણ મધ્ય અરબી સમુદ્રમાં સાહસ ન કરવાની સલાહ આપવામાં આવે છે.

હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે આગાહી કરી છે કે ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી વરસાદની કોઈ શક્યતા નથી. જો કે, તે જ સમયે, અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ રચાઈ રહી છે. આ લો પ્રેશર સિસ્ટમ 21મીએ ડિપ્રેશનમાં વિકસી જશે. દક્ષિણ પૂર્વ દક્ષિણ મધ્યમાં નીચા દબાણની સિસ્ટમ બની રહી છે. આ ડિપ્રેશન પછીથી ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે. તે પછી આ સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થઈ જશે. જો કે હવામાન વિભાગ લો પ્રેશર સિસ્ટમ પર સતત નજર રાખી રહ્યું છે. સાવચેતીના પગલા તરીકે માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. રાજ્યમાં આ દિવસો દરમિયાન તાપમાન 34 થી 36 ડિગ્રીની આસપાસ રહેશે. અમદાવાદમાં હાલ 35 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

તો હવામાન વિભાગના નિયામક મનોરમા મોહંતીએ વાવાઝોડાની સ્થિતિ વિશે જણાવ્યું હતું કે ગુજરાતમાં વાવાઝોડાની અસર વિશે કહેવું વહેલું ગણાશે. પરંતુ લો પ્રેશર સિસ્ટમ પર અમારી સતત દેખરેખ ચાલુ રહે છે.

હવામાન વિભાગના નિષ્ણાતોનું કહેવું છે કે સોમવારે રાત્રે અરબી સમુદ્રમાં દબાણ સર્જાઈ શકે છે. જે ચોમાસા પછીના ચક્રવાતમાં પરિણમી શકે છે. આ રીતે, હવામાન નિષ્ણાતો આગાહી કરી રહ્યા છે કે અરબી સમુદ્રના દક્ષિણ-પૂર્વ ભાગોમાં ચક્રવાતની સ્થિતિ સર્જાઈ રહી છે. આગામી 72 કલાકમાં સમુદ્રની ચરમસીમા દક્ષિણ મધ્ય ભાગો તરફ વળી શકે છે. નીચા દબાણવાળા વિસ્તારમાં પણ બની શકે છે. જો કે આ વાવાઝોડાની અસરનો હજુ અંદાજ લગાવી શકાયો નથી.

YOU MAY LIKE

Related Reads

AGRICULTURE