BUSINESS

કચ્છમાં વાવાઝોડાનો કહેર…વાવાઝોડાએ ઠેર-ઠેર વિનાશ વેર્યો, જુઓ ભયાનક 25 તસવીર

ચક્રવાત બિપોરજોય ગુજરાતના દરિયાકાંઠે લેન્ડફોલ કરતાની સાથે જ ચારે બાજુ વાવાઝોડું જોવા મળ્યું હતું. સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે ભારે પવન અને વરસાદને કારણે અનેક જગ્યાએ વૃક્ષો, વીજળીના થાંભલા અને હોર્ડિંગ્સ ધરાશાયી થયા હતા.

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચક્રવાત બિપોરજોય કચ્છમાં જાખોઉ સાથે અથડાયું છે અને માંડવી તરફ આગળ વધ્યું છે. અગાઉ, ભારતના હવામાન વિભાગે કહ્યું હતું કે 6 જૂને દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં ડિપ્રેશન બનશે અને આગાહી કરી હતી કે તે 24 કલાકની અંદર ચક્રવાતમાં ફેરવાઈ જશે. જે સાચું સાબિત થયું છે.

આ સિવાય નુકસાન વિશે માહિતી આપતાં તેમણે કહ્યું કે, લગભગ 940 ગામોમાં વીજળી ડુલ થઈ ગઈ છે. આ સિવાય માનવ મૃત્યુની એક પણ ઘટના પ્રકાશમાં આવી નથી. જ્યારે 22 લોકો ઘાયલ થયા છે. જ્યારે 23 પશુઓના મોત થયા છે. સમગ્ર ગુજરાતમાં 524 જેટલા વૃક્ષો પડી ગયા છે. તે પૈકી દ્વારકામાં 73 જેટલા વૃક્ષો ધરાશાયી થયા છે. આ સંખ્યામાં વધારો થવાની સંભાવના છે.

REad More

YOU MAY LIKE

Related Reads