સલંગપુર હનુમાનજી મંદિરમાં વિવાદ બાદ સલંગપુર મંદિરના તમામ દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે. જેના કારણે આજે રવિવારે દર્શન માટે આવતા ભક્તો મુંઝવણ અનુભવી રહ્યા છે. હનુમાનજીના દર્શન ન થતા ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે. બીજી તરફ અમદાવાદ ખાતે સંત સંમેલનમાં સાધુ-સંતો દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સાધુ-સંતોએ સ્વામિનારાયણ સંપ્રદાયનો બહિષ્કાર કર્યો છે. તમામ સંતોએ સાથે મળીને સ્વામિનારાયણના કાર્યક્રમોમાં ન જવાના શપથ લીધા હતા. આજથી કોઈ પણ સ્વામિનારાયણ મંદિરમાં નહીં જવાનો નિર્ણય લેવાયો હતો. તમામ સાધુ-સંતોએ સાથે મળીને પ્રતિજ્ઞા લીધી છે અને તેમને બહિષ્કૃત કરવામાં આવ્યા છે.
વડોદરાના જ્યોતિન્દ્રનાથ મહારાજે કહ્યું કે અમને શાંતિ જોઈએ છે. આજથી કોઈ સાધુ સંતો સ્વામિનારાયણ મંદિરમાં જશે નહીં. એક પણ શાશ્વત સાધુ તેના મંચ પર નહીં જાય. હવેથી, તેઓ અમને ગમે તેટલી લાલચ આપે તો પણ અમે ક્યારેય તેમના મંદિરો પર જઈશું નહીં. અમે આજથી સ્વામિનારાયણ ધર્મનો બહિષ્કાર કરીએ છીએ. નવી પેઢી ધર્મને બદનામ કરી રહી છે, હજુ પણ ગ્રામ્ય વિસ્તારોને ખબર નથી કે આ વસ્તુઓ સનાતનને કલંકિત કરી રહી છે. આ લોકોને બે-પાંચ મહિલાઓ, બ્રહ્માજી, માતાજીને લઈને વિવાદ ઉભો કરવાની હથોટી મળી છે. દરેક તાલુકા કક્ષાએ સનાતનને જાગૃત કરવાની જરૂર છે.
સલંગપુર વિવાદમાં સંતોએ લેખિત બાંહેધરી માંગી છે. અમદાવાદમાં સંત સંમેલનમાં ઋષિભારતી બાપુએ માગણી કરી અને કહ્યું કે, લેખિત બાંયધરી જ વિવાદને શાંત કરવાનો એકમાત્ર રસ્તો છે.
ઉલ્લેખનીય છે કે, સલંગપુર વિવાદને લઈને આજે અમદાવાદમાં સાધુ-સંતોની બેઠક મળી છે. શિલ્પોના વિવાદને કારણે સંતોએ આ સંમેલન બોલાવ્યું છે. સનાતન ધર્મના તમામ સંતો આજે એક છત્ર હેઠળ મળ્યા છે. અમદાવાદના લાંબા નારાયણ આશ્રમ ખાતે આ સંમેલન યોજાયું હતું. સંમેલનમાં ગુજરાતભરમાંથી સંતો ઉપસ્થિત રહ્યા છે.
Read More
- આ 5 રાશિના લોકો મહાલક્ષ્મી રાજયોગથી ધનવાન બનશે, હોળી પર થશે બમ્પર કમાણી.
- આજે કુળદેવીના આશીર્વાદથી આ રાશિના જાતકોને મળશે સારા સમાચાર..જાણો આજનું રાશિફળ
- વર્ષ 2024 આ રાશિના જાતકો માટે સારા સમાચાર લઈને આવ્યું છે, તેઓ મહેનત કર્યા વગર જ બની જશે અમીર.
- 10 કરોડની કારમાં પીએમ મોદી સવારી કરે છે, આ અદ્ભુત ફીચર્સથી સજ્જ છે, AK-47 હુમલામાં પણ સુરક્ષિત
- રામલલા: બાલક રામની આંખો સોનાની છીણી અને ચાંદીના હથોડાથી કોતરવામાં આવી હતી, મૂર્તિના નિર્માણ દરમિયાન વાંદરાઓ જોવા આવતા હતા.