BUSINESS

સોનાના ભાવમાં મોટો ઘટાડો! સોનું 2786 રૂપિયા સસ્તું થયું, જાણો આજનો 10 ગ્રામ સોનાનો ભાવ

સોનું ખરીદવાનું વિચારી રહેલા લોકો માટે સારા સમાચાર છે. આજે સોના અને ચાંદીના ભાવમાં ફરી ઘટાડો આવ્યો છે.ત્યારે MCX પર, સોનાનો વાયદો 0.3% ઘટીને રૂ. 52,712 પ્રતિ 10 ગ્રામ જ્યારે ચાંદીનો ભાવ 0.6% ઘટીને રૂ. 69970 પ્રતિ કિલોગ્રામ રહ્યો હતો.ત્યારે નોંધનીય છે કે ગયા અઠવાડિયે સોનાનો ભાવ ઓગસ્ટ 2022 પછીના સર્વોચ્ચ સ્તરથી રૂ. 56,200 પર ઝડપથી વધીને રૂ. 55,558 થયો હતો.

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે વૈશ્વિક બજારમાં વેચવાલી જોવા મળી રહી છે.ત્યારે ઘણા દેશોની આર્થિક સ્થિતિ ખરાબ થઇ છે. ત્યારે વૈશ્વિક બજારો પર નજર કરવામાં આવે તો આજે સોનાના ભાવમાં ઘટાડો થયો છે કારણ કે યુએસ ટ્રેઝરી યીલ્ડમાં રેટ વધારાની અપેક્ષાને કારણે વધારો જોવા મળ્યો છે. આજે યુક્રેન અને રશિયા વચ્ચેના સંકટને સમાપ્ત કરવા માટે બંને વચ્ચે વાતચીત થશે.

ભારતમાં સોનાની આયાત ચાલુ નાણાકીય વર્ષના પહેલા 11 મહિનામાં એટલે કે એપ્રિલ-ફેબ્રુઆરી દરમિયાન 73 ટકા વધીને $45.1 અબજ થઈ ગઈ છે. માંગ વધવાને કારણે સોનાની આયાત વધી છે. આ સાથે પાછલા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં સોનાની આયાત 26.11 અબજ ડોલર રહી હતી.

Read More

YOU MAY LIKE

Related Reads

AGRICULTURE