વર્ષની શરૂઆત આડે હવે ગણતરીના દિવસો બાકી છે. તે પહેલા બુલિયન માર્કેટમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. વિદેશી અને સ્થાનિક બજારમાં સોના-ચાંદીના ભાવમાં નરમાઈ જોવા મળી રહી છે. યુએસ બોન્ડ યીલ્ડમાં વધારાને કારણે બુલિયન માર્કેટ દબાણ હેઠળ છે.
સ્થાનિક બજારમાં સોનું
સ્થાનિક વાયદા બજારમાં સોના અને ચાંદીમાં ભારે ઘટાડો નોંધાઈ રહ્યો છે. MCX પર સોનાની કિંમતમાં 114 રૂપિયાનો ઘટાડો થયો છે. 10 ગ્રામ સોનાનો ભાવ 63275 રૂપિયા થયો છે. એ જ રીતે ચાંદીની કિંમત પણ રૂ. 684 ઘટીને રૂ. 74275 પ્રતિ કિલો પર ટ્રેડ કરી રહી હતી.
વિદેશી બજારમાં સોનું અને ચાંદી
ઈન્ટરનેશનલ સ્પોટ માર્કેટમાં સોનાની કિંમત તેની 3 સપ્તાહની ઊંચી સપાટી પરથી નીચે આવી ગઈ છે. યુએસ બોન્ડ યીલ્ડમાં વધારાને કારણે COMEX પર સોનું $2080ની સપાટીથી નીચે સરકી ગયું છે. ચાંદી પણ 24 ડોલર પ્રતિ ઓન્સ પર ટ્રેડ થઈ રહી છે.આપને જણાવી દઈએ કે આર્થિક દૃષ્ટિકોણના કારણે રોકાણકારોનો ઝોક બોન્ડ તરફ વધ્યો છે. 10-વર્ષના બોન્ડ યીલ્ડ 3.84% પર પહોંચી ગઈ છે.