BUSINESS

તાઉતે કરતાં બિપરજોય વધારે ખતરનાક…રાતે દરિયામાં ભૂક્કા બોલાવશે! આટલી હદે તારાજી સર્જાશે

અરબી સમુદ્રમાં સક્રિય થયેલ ચક્રવાત બિપરજોય કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી, જૂનાગઢ, રાજકોટના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે તબાહી સર્જે તેવી શક્યતા છે.

તો ચાલો જોઈએ કે વાવાઝોડાથી શું નુકસાન થઈ શકે છે. ઘરની ચાદર ઉડી શકે છે. આ સિવાય કાચા મકાનમાં મોટું નુકસાન થવાની સંભાવના છે. આ સિવાય પાકા મકાનોમાં પણ નુકસાન થશે.

બીજી તરફ વીજ થાંભલા પડી જશે. ભારે વરસાદના કારણે ટાવર સહિતના પાકા રસ્તાને નુકસાન થવાની સંભાવના છે.

તેમજ રેલ સેવા પણ ખોરવાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, રેલ સેવા ખોરવાઈ શકે છે. રેલવે સિગ્નલ સહિતની વીજલાઈનોને મોટું નુકસાન થવાની શક્યતા છે.

ખેતરોમાં ઉભા પાક પડી જશે. બગીચાઓમાં વૃક્ષો પડી જશે અને વ્યાપક નુકસાન થવાની સંભાવના છે.

ઘણી જગ્યાએ વાવેલા નાળિયેરના વૃક્ષો પડી જશે. આ ઉપરાંત ડાળીઓવાળા વૃક્ષોને પણ નુકસાન થશે.

દરિયા કિનારે લંગરાયેલી નાની બોટ સહિતની બોટ કિનારે ધોવાઈ જવાની શક્યતા છે. આ સિવાય જોરદાર પવનના કારણે એકબીજા સાથે અથડાવાની પણ શક્યતા છે.

ધૂળની ડમરીઓ વિઝિબિલિટીમાં ઘટાડો કરે અને શહેરો સહિત ગ્રામીણ વિસ્તારોમાં ટ્રાફિકને અસર કરે તેવી શક્યતા છે.

Read More

YOU MAY LIKE

Related Reads