BUSINESS

ગુજરાતમાંથી કોંગ્રસના સૂપડા સાફ…અલ્પેશ કથીરિયા અને હાર્દિક પટેલ જીત તરફ…જાણો કેટલા મતથી આગળ

આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપક્ષીય યુદ્ધ ખેલાયું હતું, જે યુદ્ધનું પરિણામ છે, એટલે કે આજે મતગણતરીનો દિવસ છે. મતગણતરી શરૂ થઈ ગઈ છે. બપોર સુધીમાં ચિત્ર સ્પષ્ટ થશે કે સત્તા સંઘર્ષ કોન જીતશે. ચૂંટણીના બંને તબક્કામાં કુલ 64.30 ટકા મતદાન નોંધાયું છે. ત્યારે આજે ગુજરાતની કુલ 182 બેઠકો પરના 1621 ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે.

આ વખતે મધ્ય ગુજરાતના સાત જિલ્લાની કુલ 61 બેઠકો પર ત્રિપક્ષીય જંગ ખેલાયો હતો. ગત વર્ષની વિધાનસભાની ચૂંટણીમાં 37 બેઠકો ભાજપને, 22 કોંગ્રેસને અને 2 અન્યને ફાળે ગઈ હતી. પરંતુ જોવાનું એ રહે છે કે સરકાર બનાવવાનો દાવો કરનારી આમ આદમી પાર્ટી પણ અહીં ખાતું ખોલે છે કે કેમ. મહીસાગર જિલ્લામાં ભાજપ માટે જ્યારે દાહોદ જિલ્લામાં કોંગ્રેસ માટે એક પણ બેઠક જીતવી એ ચઢાણ સમાન છે. તો મધ્ય ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસના મજબૂત વર્ચસ્વને કારણે આમ આદમી પાર્ટીનું શું થશે તે આજના પરિણામો પરથી સ્પષ્ટ થશે. તો આ વખતે સૌની નજર મંડાયેલી વિરમગામની બેઠક પર હાર્દિક પટેલ જીતે છે કે કેમ તેનો નિર્ણય આજે આવશે.

Read More

YOU MAY LIKE

Related Reads

AGRICULTURE