BUSINESS

હાર્દિક પટેલ હારશે કે જીતશે? હારશે તો ક્યાં જશે ? શું કહે છે સટ્ટાબજાર? જાણો વિવિધ બેઠકો પર હાર-જીતનો ભાવ

ગુજરાત અને હિમાચલમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે પરિણામોની રાહ જોવાઈ રહી છે. ચૂંટણીના પરિણામો 8 ડિસેમ્બરે આવવાના છે, પરંતુ તે પહેલા એક્ઝિટ પોલના પરિણામો પક્ષોની જીત અને હારની આગાહી કરી રહ્યા છે. સોમવારે બીજા તબક્કાના મતદાન પછીના મોટાભાગના એક્ઝિટ પોલમાં ભાજપ ગુજરાતમાં સતત 7મી વખત સરકાર બનાવવાનો દાવો કરી રહ્યો છે. ભાજપે કઈ બેઠકો જીતી છે તે જાણવું મુશ્કેલ છે

સટ્ટોડીયાઓના મતે સુરત શહેરની 12 પૈકી ઓછામાં ઓછી 11 બેઠકો ભાજપના ફાળે જવાની શક્યતા છે. જ્યારે કચ્છ સૌરાષ્ટ્રની 54 પૈક્કી ભાજપના ફાળે 40-42 બેઠકો આવવાની શક્યતા છે. સૌથી વધુ સટ્ટો હાર્દિક પટેલની વિરમગામ બેઠક , અલ્પેશ ઠાકોરની ગાંધીનગર દક્ષિણ બેઠક પર લાગી રહ્યો છે.  આ ઉપરાંત સટ્ટાબજારમાં ખંભાળિયા બેઠક પર લાગી રહ્યો છે સૌથી વધુ સટ્ટો, ભાજપના ઉમેદવાર મુળુભાઈ બેરાની જીતનો ભાવ 95 પૈસા છે.

Read More

YOU MAY LIKE

Related Reads

AGRICULTURE