BUSINESS

ડાયરાકિંગ કમો તો કમો કહેવાય ભાઈ….કિર્તીદાને હાથ પકડતા કમાભાઈની કિસ્મત બદલાઈ, લોકડાયરામાં આજે બોર્ડીગાર્ડ સાથે મારે છે એન્ટ્રી

આજે વિદેશ પહોંચી ગયેલા કમાભાઈ થોડા સમય પહેલા સુધી કોઈ દિવસ સ્ટેજ પર પણ ગયા ન હતા. સ્ટેજ ઉપર જઈને બેસવાનું તેણે સપનામાં પણ નહીં વિચાર્યું હોય. જો કે, નસીબ બદલાયું અને કીર્તિદાન મળ્યા . કીર્તિદાન ગઢવીએ હાથ પકડી આ કમાભાઈને આગળ લાવ્યા. તેમને તમામ લોક પ્રોગ્રામમાં બોલાવીને પોતાની સાથે રાખી તેમને સ્ટાર બનાવ્યા છે.

ગુજરાતના દરેક ન્યૂઝરૂમમાં અત્યારે એક નામની ચર્ચા થઈ રહી છે અને તે છે ‘કમો’. કમો તો ભાઈ કમો કહેવાય… કમો મોજ આવે તો બોલે નકર નહીં બોલે… આ શબ્દો ગુજરાતના જાણીતા કલાકારોના મોઢે સાંભળવા મળે છે. પછી ખબર પડશે કે આ કમો કોણ છે? જેની દેશ-વિદેશમાં ખૂબ ચર્ચા થાય છે. તમે સોશિયલ મીડિયા પર ક્યાંક ને ક્યાંક કમો જોયો જ હશે. આમ તો સમગ્ર ગુજરાત હવે કમાથી પરિચિત થઈ ગયું છે, પરંતુ હજુ પણ કેટલાક લોકો કમાથી અજાણ છે.

કમાના માતા-પિતાએ કમાભાઈ વિશે જણાવ્યું કે જ્યારે કમો નાનો હતો ત્યારે ડૉક્ટરે કહ્યું હતું કે તે સ્લોલર્નર છે. તે ખૂબ જ ભોળો છે. તેને સંસારની ઊંડી ભાવના નથી, પણ ભજનમાં ઊંડો રસ છે. તેનો અવાજ સ્પષ્ટ નથી, પરંતુ તેને ભજન ગાવાનું પસંદ છે. લોક ડાયરામાં જવાની તક શોધતો હતો. જે બાદ ડાયરાના કાર્યક્રમમાં કીર્તિદાન ગઢવી દ્વારા તેમને પ્રથમ વખત આમંત્રણ આપવામાં આવ્યું હતું. લોકોને તેની નિર્દોષ ભાવના અને હરકતો ગમતી. તે દિવસે તેના ખિસ્સામાં 6 હજાર રૂપિયા પણ હતા અને તે તેને આપ્યા હતા. આમ તે એક પછી એક આ બધા કાર્યક્રમોમાં જવા લાગ્યો.

સુરેન્દ્રનગરના કોઠારિયા આજે અચાનક જ વિશ્વ વિખ્યાત બની ગયા છે. તાજેતરમાં, સોશિયલ મીડિયામાં એક જોરદાર ટ્રેન્ડ છે. ત્યારે કમાંનો પરિવાર પણ હવે ગર્વ અનુભવી રહ્યો છે.કમો તાજેતરમાં ગુજરાતી કલાકાર કીર્તિદાન ગઢવીને પગલે ચર્ચામાં આવ્યો છે. કોઠારિયાના ગ્રામજનો હાલમાં કમાનને ગામનું ગૌરવ માની રહ્યા છે. પરંતુ એક દિવસ એવો પણ આવ્યો જ્યારે કમાને કોઈ કિંમત પણ ન પૂછી અને ધૂતકરીને કાઢી મુકતા. પરંતુ કહેવાય છે કે સમયનું પૈડું ફરી વળ્યું છે અને કમો જમીન પરથી સીધો આકાશમાં પહોંચી ગયો છે. આજે કમાની ચર્ચા ચારે તરફ ગૂંજી રહ્યો છે. ગુજરાત રાજ્યમાંથી અનેક લોકો કમાને મળવા કોઠારિયા પહોંચી રહ્યા છે. ત્યારે કીર્તિદાન ગઢવી, માયાભાઈ આહીર, જીગ્નેશ કવિરાજ કૃતિઓમાં દેખાઈને અનેક ચાહકોના દિલ જીતી રહ્યા છે.

Read More

YOU MAY LIKE

Related Reads

AGRICULTURE