BUSINESS

આજથી મેઘરાજા ગુજરાતને ઘમરોળશે.., જાણો કયા કયા વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

આજથીગુજરાતમાં વરસાદનું જોર વધશે. ત્યારે રાજ્યમાં 7 અને 8 ઓગસ્ટના રોજ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.અને આ દરમિયાન ડાંગ, તાપી, છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્ર-કચ્છમાં સારો વરસાદ પડશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અમદાવાદ શહેરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ ઉપરાંત ગાંધીનગર, પાટણ, મહેસાણા અને બનાસકાંઠામાં પણ ભારે વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદી વાતાવરણ રહેશે. આજથી એટલે કે 5મી ઓગસ્ટથી ગુજરાતમાં વરસાદનું જોર વધશે. રાજ્યમાં 7 અને 8 ઓગસ્ટના રોજ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન ડાંગ, તાપી, છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્ર-કચ્છમાં સારો વરસાદ પડશે.

અમદાવાદ શહેરની વાત કરીએ તો પાંચ દિવસ સુધી સામાન્ય વરસાદ પડશે. અમદાવાદ શહેરમાં પણ આગામી 24 કલાક દરમિયાન ભારે વરસાદની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અમદાવાદ શહેરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ ઉપરાંત ગાંધીનગર, પાટણ, મહેસાણા અને બનાસકાંઠામાં પણ ભારે વરસાદની શક્યતા છે. 8 ઓગસ્ટે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Read More

YOU MAY LIKE

Related Reads