BUSINESS

રાજ્યમાં ચોમાસાના વિધિવત શ્રીગણેશ, આગામી 48 કલાકમાં આખા રાજ્યમાં વરસાદ પડશે

રાજ્યમાં ચોમાસાના આગમન સાથે, ગાજવીજ અને મુશળધાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો.ત્યારે વીજળી પડવાથી મોતના કિસ્સા પણ સામે આવ્યા છે. ત્યારે કચ્છના ભચાઉ તાલુકામાં પણ વીજળી પડી હતી. તેના કારણે બે લોકોના મોત નિપજ્યા છે.ત્યારે ભચાઉના ખારોઈ ગામમાં વીજળી પડતા બે લોકોના મોત થયા હતા. ઉલ્લેખનીય છે કે ચોમાસામાં વરસાદની સાથે વીજળીને કારણે ગુજરાતમાં અત્યાર સુધીમાં લગભગ છ લોકોએ જીવ ગુમાવ્યા છે.

રાજ્યના લોકો અને ખાસ કરીને ખેડૂતો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ક્ષણ આવી ગઈ છે. ત્યારે ગુજરાતમાં ચોમાસાનું સત્તાવાર રીતે રાજ્યમાં આગમન થઈ ગયું છે.આ સાથે હવામાન વિભાગ દ્વારા આ જાહેરાત પણ કરવામાં આવી છે. ત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સુરત સુધી રાજ્યમાં ચોમાસુ બેસી ગયું છે. આગામી બે દિવસમાં સમગ્ર રાજ્યમાં ચોમાસું ત્રાટકે તેવી શક્યતા છે. આ સાથે રાજ્યમાં આગામી પાંચ દિવસ માટે સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાકમાં રાજ્યમાં છૂટોછવાયો વરસાદ પડશે. અને આ દરમિયાન થંડરસ્ટ્રોમ એક્ટિવિટી પણ જોવા મળશે. અને સાથે જ લોકોને ગરમીથી રાહત મળશે. 17મીથી ફરી વરસાદ શરૂ થશે. આ ઉપરાંત આગામી ત્રણ દિવસ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. હવામાન વિભાગે એમ પણ કહ્યું કે ચોમાસું આગામી 48 કલાક સુધી ચાલુ રહી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું કે આગામી પાંચ દિવસ સુધી રાજ્યના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે.

Read More

YOU MAY LIKE

Related Reads

AGRICULTURE