છેલ્લા કેટલાક દિવસોથી સલંગપુર મંદિરમાં હનુમાનજીને સ્વામિનારાયણ સંતોના સેવક તરીકે દર્શાવતી ભીંતચિત્રોને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદને લઈને સનાતન ધર્મના સાધુ-સંતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હવે સરકારે ભીંતચિત્ર વિવાદમાં હસ્તક્ષેપ કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને વડતાલ સ્વામિનારાયણ સંતો સાથે બંધ બારણે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ…